#KAVYOTSAV -2.0
તું વૃક્ષનો છાંયો છે,નદી નું જળ છે.
ઊઘડતા આકાશ નો ઉજાસ છે.... તું મૈત્રી છે.
તું થાક્યા નો વિસામો છે,
રઝળપાટ નો આનંદ છે,
તું પ્રવાસ છે,
સહવાસ છે.... તું મૈત્રી છે.
તું એક ની એક વાત છે, દિવસ ને રાત છે,
કાયમી સંગાથ છે....તું મૈત્રી છે.
હું થાકું ત્યારે તારી પાસે આવું છું,
હું છલકાઉ ત્યારે તને ગાઉં છું,
હું તને ચાહું છું....તું મૈત્રી છે.
તું વિરહ માં પત્ર છે,મિલન માં છત્ર છે,
તું અહીં અને સર્વત્ર છે....તું મૈત્રી છે.
તું બુદ્ધનું સ્મિત છે,તું મીરાં નું ગીત છે,
તું પુરાતન તોયે નૂતન અને નિત છે....તું મૈત્રી છે.
તું સ્થળ માં છે,તું પળમાં છે,
તું સકળ માં છે અને તું અકળ છે....તું મૈત્રી છે.