#kavyotsav 2
અેકરાર પ્રેમ નો
અે સજાણ સુની જીંદગી સજાવો ને,
શાબ્દિક પુષ્પો થી,જીંદગી માં સુવાસ ભરી દે,
એ આવવું હોય તો રુબરુ આવો ને,
સપનાં માં આવી શાને સતાવો છો મને.
યાદ કરો તે પળ જયારે બે બેચેન દિલ મળ્યાં,
યુવાની નાં અંકુરો ફુટયાં,તમે કબુલો કે જોશ માં
હોશ ખોઈ બેઠાં,મને ખબર છે,કે વચનો આપી નાસવું
એ તો આપની રીત જનાબ સાહેબ, હકીકત ને છુપાવો માં.
મિલન નાં સમણાં જગાડતાં,
ખુલ્લી આંખે અમે હરખાતાં,
આ દિવસ માટે પથ્થર ને પુજતાં
યાદ માં આપની ખોવાઈ જતાં,
તમારા નામ પોતાની જીંદગી કરી દેતાં.
અમે હંફાતાં થાકતાં તારી પાસે આવતા,
જયાં અમે દિવાના બની ગયાં,આપના નામ થી
પંકાઈ ગયાં,એ પહેલી આપ છો.
જીંદગી અમારી કોરી થઇ ગઈ છે,
કોરી જીંદગી ને પ્રેમરંગ રંગી દે વાલમા,
જીવન ના સંગાથી બનો પ્રિતમ,
સમણાં હકીકત કરવાં મારે,
ધડકન ના દાન કરવાં તને,
શ્વાસ પર નામ આપનાં કોતરવાં.
એ સાજણ સુની જીંદગી સજાવો ને,
શાબ્દિક પુષ્પો થી જીંદગી માં સુવાસ ભરી દે.
શૈમી ઓઝા "લબ્જ"