Gujarati Quote in Jokes by Amita Patel

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નવા_દુઃખો ૫#સીઝન-૨

ચાલ, આજે તો કોક બેંક શોધી કાઢું, મારા દુઃખો ની ત્યાં એફ. ડી. કરું, એની પર કેશ બેક્ મેળવું, દુઃખો નો અંત કરું.

જ્યાં રસ્તા પર નીકળી, ત્યાં વળી દૂર બસની લાઇન માં ગોગલ્સ પહેરેલો વાઘ મને જોઈ ને દડબડ દડબડ દોડતો આવ્યો. લો, મેં તો એને ઓળખ્યો પણ નહીં, ગોગલ્સ ના લીધે સ્તો..અને એ લાખો લોકો માં મને ઓળખી ગયો.

મે કહ્યું , શું થયું હવે? તો કહે , હું કંટાળી ગયો આ બસ ની લાઈનો માં.. બસ હવે મને ટેક્સી માં કર્ણાવતી મૂકી જાવ. લો, મારે છેક મૂકવા જવાનું ? પણ અતિથિ દેવો ભવ સમજી ને મેં uber બુક કરી . ને એની સાથે હું ટેક્સી માં ગોઠવાઈ.

ત્યાં આગળ જેટ એર વેસ ની ફ્રી પડેલી એર હોસ્તેસ ટેક્સી ચલાવતી હતી. એણે શરૂ કર્યું, " અમદાવાદ ના ખખડધજ રસ્તા પર અમારી ખટારા ટેક્સી માં આપનું સ્વાગત છે. આંબાવાડી થી કર્ણાવતી ની દુરી લગભગ ૪૦ મિનિટ માં તય થશે. ટેક્સી ની સ્પીડ પ્રતિ કિલોમીટર ૧૦ ની રહેશે. ને આસપાસ ટ્રાફિક જામ હોય, તો ચારે બારી માં થી ડોકું કાઢી, " ખસો.. ખસો.. " એમ બોલવાથી ટેક્સી ની ગતિ વધશે.આપાતકાલીન સમય માટે ટેક્સી ના ચાર બારણાં છે. જેના પર હળવી થપાટ મારવા થી એ ખુલી જશે.ઉતરી ને જાતે ચાલવા માંડવાથી વહેલાં પહોંચશે . ઉબડખાબડ રસ્તા પર બમ્પી રાઇડ લેવા અમારી ટેક્સી પસંદ કરવા બદલ આભાર. . આશા છે આપની યાત્રા સુખદ રહે. "

વાઘ આ સાંભળી હળવી થપાટ મારી, ઓટોમેટિક ખુલેલા બારણાં માં થી અધ વચ્ચે જ મોં વકાસી ને ઉતરી ને ચાલ્યો ગયો.

મારે વગર લેવા દેવા એ કર્ણાવતી સુધી જવાનું ને તેનું ભાડું ચૂકવવાનું.. બોલો , હું દુઃખી ના થાઉં તો બીજું શું ?

Gujarati Jokes by Amita Patel : 111168829
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now