Gujarati Quote in Poem by Aarti Bhadeshiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હાસ્ય કવિતા:-……એન્ડ છે...... #Kavyotsav2



અંગત જીવનમાં આજે હરેકને એક ફ્રેન્ડ છે,

લગ્નજીવનમાં દરેક મહિનો માર્ચનો એન્ડ છે.



અતિ પાક ઉપજાવતી જમીન ફળદ્રુપ લેન્ડ છે,

સુંદરતા ઉપજાવતો મેકપ કદરૂપતાનો એન્ડ છે.



વિવાહમાં વાજા સાથે તાલ મિલાવે તે બેન્ડ છે,

પણ બન્નેના જીવનની એ સ્વતંત્રતાનો એન્ડ છે.



ટેરવેથી જતો મેસેજ વંચાવે, સક્સેસફુલી સેન્ડ છે,

ખોટા ઈનબોક્સમાં જાય, ત્યાં એકાઉન્ટનો એન્ડ છે.



ગુનામાં સજા રૂપે મળતી છુટ્ટી કહેવાય સસ્પેન્ડ છે,

રામલાને મળતી છુટ્ટીમાં આપણી ખુશીનો એન્ડ છે.



કપિલશર્માના શોમાં “બાબાજી કા ઠ્ઠુલુ” રૂપે હેન્ડ છે,

હવે તો “ઠોકો તાલી” અહિં મારી કવિતાનો એન્ડ છે.



આરતી ભાડેશીયા

Gujarati Poem by Aarti Bhadeshiya : 111168761
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now