#KAVYOTSAV -2
ઈચ્છા છે એક સાગર પાર કરવાની,
ધીરજ રાખ તો મહાસાગર પાર થશે
જો આશ પુરી થાય પર્વત ચઢવાની,
તો આશા રાખ કીર્તિ તારા નામની થશે.
નીતિ હશે જો સારા કાર્ય કરવાની,
તો એક દિવસ સફળતા તારા કદમ ચૂમશે.
જરૂર છે માત્ર એક પહેલ કરવાની,
'રાહી'ને મંજિલ આપોઆપ જ મળશે.
- પરમાર રોહિણી " રાહી "