# કાવ્યોત્સવ 2.0
મોંઘવારી ના આ યુગમાં સ્નેહ પણ થયો મોંઘો
કોંક્રીટ ના જંગલોમાં લાગણી માટે ટળવળતો માણસ
ઘડીક ઊગતો ને ઘડીક આથમતો
જીવન માટે સતત ઝઝૂમતો માણસ
કૌભાંડો ને ભ્રષ્ટાચાર ના ભોરિંગ ભડક્યા
તોયે હિંમત ના હારતો માણસ
પહોંચ્યો સાગરના પેટાળ સુધી
ને આકાશ સુધી વિસ્તરતો માણસ
રોજ બળાત્કાર લૂંટમાર ને ખૂનામરકી
વિચલિત જરી ન થાતો
બન્યો કેવો આઘાતપ્રુફ માણસ