*ધુણી*
"ધીંગી ધરા કરછજી ધીંગા તેજા ધામ ."
કરછ ધરા પર અનેક જગાવી ધુણી,થયા અનેક સુરા ને સંત.
હિંગરીયા ગામે ધુણી ધખાવી,
સંત શ્રી હરિસાહેબ મહંત.
ધિણોધર ધામે સોપારી પર આસન
બનાવી, શિશ પર બાર વર્ષ તપ કરે સંત.
લાલીયો ને મોતીયો જેની સંગ,
મેકણદાદા રણમાં પાણી પાઈ સેવા કરે સંત.
ધુણી અલખની જગાવી છે ધ્રંગ, પર સેવા એ સાચો મનુષ્ય સંગ.
પછમ ધરા માં વસે ગુરૂ ગીરનારી દત્ત,
પ્રથમ પ્રસાદ આરોગે લોંગ આવું સત્ત.
જેસલ કરછ નો તાત, તોરલ દે તારી દે અલગધણી ના નામે જાડેજા થયા સંત જગ વિખ્યાત.
નર ધન્ય આપ વસો છો એ ધરા પર, જ્યાં ધુણી જાગતી દિન રાત.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ
લવાજમ✅