કેટલાય બલિદાનો પછી
મળી છે સ્વતંત્રતા..
ઘણાં આંસુ,ઘણું લોહી વહાવી
મળી છે સ્વતંત્રતા..
અંગ્રેજોને આ પાવન ધરતીથી ઉખાડી ફેંકી
મળી છે સ્વતંત્રતા..
પરાધીનતાની બેડીઓ હટાવી
મળી છે સ્વતંત્રતા..
એ જવાનોની મર્દાની હિંમત બાદ
મળી છે સ્વતંત્રતા..
એ વીર શહીદોના અમૂલ્ય બલિદાન બાદ
મળી છે સ્વતંત્રતા..
ગાંધી,સરદાર,મંગલ,આઝાદ,ભગત ગુમાવી
મળી છે સ્વતંત્રતા..
નામી અનામી ઘણી શહાદતો બાદ
મળી છે સ્વતંત્રતા..
કેટલીય માતા,પત્ની,પુત્રી, દીકરી,બહેનો
થઈ આધાર વિહોણી
તેમણે પિતા,પતિ,પુત્ર,દીકરા,ભાઈઓ
ગુમાવ્યા બાદ મળી છે સ્વતંત્રતા..
આ હિંદની ભૂમિ છે બલિદાનની ભૂમિ
આ પાવન ધરતીને ઘણા અરસા બાદ
મળી છે સ્વતંત્રતા....