Gujarati Quote in Poem by Kinjal Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Kavyotsav2



મિલનની આશા



જેવી રીતે નદી સાગરને મળવા બધા જ અવરોધ પાર કરીને આવે છે,

આપણું મિલન પણ કદાચ એવું જ હોય જ્યારે પણ મળીએ એકબીજામાં ભળી જઈએ.



જેવી રીતે ધરતી બધા જ બંધન તોડી આકાશને ક્ષિતિજ રૂપે મળે છે,

આપણું મિલન પણ કદાચ એવું જ હોય જ્યારે પણ મળીએ એક થઈ જઈએ.



જેવી રીતે ચાંદની ચાંદને મળવા માટે પોતે વિખરાઈ જાય છે,

આપણું મિલન પણ કદાચ એવું જ હોય જ્યારે પણ મળીએ એકબીજાથી જોડાયેલા રહીએ.



જેવી રીતે વરસાદ ધરતીની તરસ છીપાવવા પોતાનું મન મૂકીને વરસે છે,

આપણું મિલન પણ કદાચ એવું જ હોય જ્યારે પણ મળીએ મન મૂકીને વરસીયે.



આમ તો કહેવાય છે નદીના કિનારા ક્યારેય નથી મળતા. આપણે બન્ને પણ એવા જ છીએ કદાચ પણ,



જેવી રીતે નદીના બે કિનારા મિલનની પરિભાષા બદલીને મળે છે,

આપણું મિલન પણ કદાચ એવું જ હોય જ્યારે પણ મળીએ પાસે ભલે ના હોય સાથે હંમેશા માટે ચાલીએ.

Gujarati Poem by Kinjal Patel : 111168442

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now