#KAVYOTSAV2
હું હંમેશ નીકળું ધરી એજ શંકા કે મારા પર તો કોઈ નથી કરી રહ્યુ ને કુશંકા,
મારી વિશેષજ્ઞતા માં ક્યાંય કોઈ કમી ન વર્તાય,
છતાં મારી મોટપતા ની અલ્પતા મારી પૂર્ણતા માં 'વિશેષ' ચર્ચાય,
'શેષ' બચેલા ને 'વઘેલું' મનાય, છતાં જો કંઇ વિશેષ બચ્યું તો એ 'વિશેષજ્ઞતા' માં વર્તાય,
ઘડાયા છીએ સહું અહી કોઈ એક માટી થકી,
છતાં યક્ષ પ્રશ્ન એજ મૂંજવતો ને મારા અંતર માહે,
જાણે સમુદ્ર ના મોજા 'નાવિક' બની પડકાર બને દરિયા ની દરિદ્રતા સામે,
નિયમો નો સંગ કરવો વહેલો નહિતો,
પાલન કરવા માં જે કરશે 'કસૂર' તે બનશે "યમ" ના ભાજન માં "પહેલો"
'ઘર' માણસો થકી બને, બાકી તો જનહિન ચણતર તો 'મકાનો' ને 'મહેલો',
શાણપણ ની પાપણ થી 'ચોખટ' ની ખેપટ હજુ તો દૂર કરી'તી મે,
ત્યાં જ બાળપણ ની સ્મૃતિ ખેંચી લાવી ફરી એજ 'ચોખટ' પર મને,
એથી જ તો હું હંમેશ નીકળું છું ધરી એજ શંકા કે મારા પર તો કોઈ નથી કરી રહ્યુ ને કુશંકા,
જય ગુજરાત, જય ગુજરાતી
✍કુબાવત ગૌરાંગ.