જાણે-અજાણે સમય ની છે વાત,
મારા પાપણની છે એક ફરિયાદ,
ફરી ક્યારે થશે તેની સાથે મારી,"એક મુલાકાત" ?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં આશરે સમય બપોરે બે વાગ્યાની આસપાસ હું ફૂલ પરસેવે રેબઝેબ રેલવે સ્ટેશન પર ટ્રેન આવવાની રાહ જોઈ રહ્યો હતો, ત્યાં મારી નજર બાજુમાં બેઠેલી એક સુંદર કન્યા પર પડી. તેને જોતાની સાથે જ હું બહુ જ ઊંડાણપૂર્વક વિચાર કરવા લાગ્યો, મનમાં થયું કે લાવ ઘડી બે ઘડી એની સાથે હું વાત કરી લવ. પણ મને પાછો સંકોચ થયો કે કદાચ હું એની સાથે વાત કરવા જાવ અને તે મારા પર ગુસ્સો કરશે તો ? પાછું મારા મનને મે મનાવી લીધું એટલામાં મારી ટ્રેન આવી ગઈ અને હું ટ્રેનમાં બેસી ગયો. હજી તો હું વિચારું છું કદાચ તે પણ મારી ટ્રેન માં આવે અને મને એક મોકો મળે વાત કરવાનો, એટલામાં મારી સામેની સીટ પર તે આવીને બેસી ગઈ. મારું મન મનોમન હરખાઈ રહ્યું હતું ત્યાં તેણે મારી સામે જોઈને એક નાનકડી સ્માઈલ આપી. સ્માઈલ જોતા ની સાથે જ મારા થી રહેવાયું નહિ અને મેં તરત જ પૂછી લીધું ક્યાં જવાનું છે આપને, અને મારી વાતચીત નો દોર ચાલુ થયો. હું વાતચીતમાં એટલો બધો મગ્ન થઈ ગયો હતો કે તેનું નામ અને સરનામું પૂછવાનું જ ભુલાઈ ગયુ, અને ખબર જ ના પડી ક્યાં કલાક વીતી ગઈ, અને સ્ટેશન નજીક આવી ગયું, અને તે ફરીથી એક નાનકડી સ્માઇલ સાથે બાઈ કહી ને સ્ટેશન પર ઉતરી ગઈ, ઉતરતાની સાથે જ મને યાદ આવ્યું કે લાવ ને તેનું નામ તો પૂછી જોવ ઉતાવળમાં હું દરવાજા પાછળ દોડીને ગયો, ત્યાં તેણે સ્ટેશન છોડી દીધુ અને હું પાછો આવીને મારી જગ્યા પર બેસી ગયો. પણ મારા મનને મનાવવું બહુ જ અઘરું હતું કે તે હવે મને ક્યારે પણ નહીં મળે, પણ મારુ મન માનવા તૈયાર જ નથી.
એક દિવસ નહીં ,એક મહિનો નહીં , પણ એક વર્ષ પૂર્ણ થયું આ વાતને, આજે પણ, એ જ ગરમી છે, એ જ સમય છે, અને એ જ સ્ટેશન છે, અને હું તેની સાથેની થયેલી "એક મુલાકાત" ને યાદ કરીને જીવી રહ્યો છું.
✍️મહેશ જીરાવાલા "માહી"