આવું છું રોજ મંદિરમાં મળવા, કશું માગવા નહી.
આવું તો કેમ ચાલે પ્રભુ, છતાં તું આવે મળવા નહી.
મળવાને આવ તો મળું, માગવા આવે તો નહી.
આવું કહીને આવે નહી, શું તું પણ રમેે સટ્ટો મેચ મહી.
નરસિંહ ને મીરાંની જેમ પારખાં સાખવાની વિસાત નહી.
તું પણ જાણે છે કે અહી માણસ ભોંકાય છે માણસ મહી.
શ્રદ્ધા છે તારી પર મળશે જો તું નહી તો તારા પુરાવા સહી
એટલે વહેતાં કર્યાં શબ્દો, રુક્મિણી જેમ કાગળ મહી.
- નિશાન