#KAVYOTSAV2
સમણાઓ ઘણા છે કંઇક કરવાનાં , રસ્તાઓ અનેક છે ફરવાના,
સાબિત કરવા શું કામે ઉભા?, જેણે જાણી જ છે હકિકત વાત ની તમારી,
તે કરશે તેહકિકાત ને વળી કરશે દલીલ વકીલ ની માફક મારી-તમારી,
નિષ્ફળતા માટે બહાનું જોઈએ, સફળતા માટે તો 'વહાણુ' જોઈએ,
'ખેદ' વ્યકત કરવા પણ 'ટાણું' જોઈએ,
અરે 'વેદ' વ્યકત કરવા પણ 'ગોર' ને 'ભાણું' જોઈએ,
ભટકી રહ્યો છું, છતાં 'ટકી' રહ્યો છું એ સાબિત કરવા કે 'હું' કાંઈક છું,
સાવ સીધી ને સાદી વાત કહું, હું સીધો છું છતાં 'આડી' વાત કહી રહ્યો છું,
કે રીતસર નો ગૂંચવાઈ ગયો છું, સીધો સાદો છું છતાં અટવાઈ ગયો છું,
માણસ ની વૃત્તિ થી માંડી તેની પ્રવૃતિઓ સુદ્ધા નો 'સાક્ષી' રહ્યો છું,
ખબર નહીં કેમ ગુનેગાર રહ્યો છું હું 'સમય' નો સદા, છતાં 'વર્તુ' છું જાણે એમ હું એને 'બક્ષી' રહ્યો છું,
જય ગુજરાત, જય ગુજરાતી
✍કુબાવત ગૌરાંગ.