....મેચ્યોર છે.....(હાસ્ય રચના)
લગ્ન જીવન આજ ક્યાં કોઈનું સીક્યોર છે..?
પણ લગ્ન બાદ ખુશીથી જીવે એ મેચ્યોર છે.
કંપનીમાં ઊંધાવળી જનારની જોબ ક્યાં સ્યોર છે..?
કિંતુ, કપંનીનું દેવાળું ફૂંકનાર આજે મેચ્યોર છે.
મોંઘીદાટ હોટલમાં મળતું જમણ ક્યાં પ્યોર છે..?
છત્તા હસતાં મોઢે આરોગી પૈસા દેનાર મેચ્યોર છે.
એક પર એક ફ્રી વાંચી મુખથી ટપકે તે લ્યોર છે,
બન્નેની કિંમત ચૂકવીને પણ બોલે અમે મેચ્યોર છે.
પ્રેમમાં તો યૂ આર માય એન્ડ આઈ એમ યોર છે.
લગ્નમાં આઈ ને યૂ વચ્ચે લવ ટકાવે તે મેચ્યોર છે.
આરતી ભાડેશીયા