Dear મમ્મી...
કેમ છે તું? કંઈ જોઈઅે તને?
આ પૂછવાનું ઘણીવાર મારાથી રહી ગયું...
વ્યાજબી જીવન જીવવાની ચાહ માં,
તારા ખોળે માથું મૂકવાનું જ રહી ગયું...
ગુસ્સાનો તાવ ઘણીવાર તારા પર કાઢીને,
તારી લાગણીને તો સમજવાનું જ રહી ગયું...
દુઃખમાં મારા આંસુઓ તારા પાલવે લુછીને,
તારી આંખોની ભીનાશ પારખવાનું જ રહી ગયું...
દેશ-વિદેશના સંગીત પર મોજથી ઝુમીને,
તારા હાલરડા ની ધુન સાંભળવાનું જ રહી ગયું...
આ બધી ભૂલચૂક માફ કરજે મમ્મી કારણ...
ખુદને એક નવી ઓળખ આપવા માટે,
મારું મારાથી તારું થવાનું જ રહી ગયું...!!