મળે જો દગો જીવનમાં કોઈ પાસેથી,
હસતાં મોઢે ક્ષમા કરજે હાથ તારો અધ્ધર છે.
કોઈ દિલ તારું તોડી જાય તો દુઃખી ન થઈશ,
એવાં ઘણાં લોકો છે કે દિલ એમના પથ્થર છે.
ઘરના વાસણ વેચીને ચલ્લાં કર્યાં છે,
કંઇક આવા જ નાના માણસોના વ્યવહાર છે.
તારા જેવા સત્તર જોયાં કહેનાર ઘણાં છે,
મનમાં ન લઈશ એમની વાતો હવાથી પણ અધ્ધર છે.
પરસેવા હોય છે હંમેશા દુર્ગંધ યુક્ત એવું નથી,
એના ફળ નક્કી કરે છે કે તેમાં ગંધ છે કે અત્તર છે.
હાથ એટલે કોઈની સામે નથી ફેલાવતો હું,
જાણું છુ કે મારો ખુદા સઘ્ધર છે.
- નિશાન