#kavyotsav -2.0
-------- _આત્મા_ --------
પર ભવની એ લાગણીઓથી તારી,
આ ભવમાં આત્મા મારી ભીંજાઈ.
એટલી હદે તરબોળ કરી ગઈ મને,
જે જીવનમાં ક્યારેય નહોતી વિચારી.
આત્મા પણ મારી થાકીને થોભી ગઈ,
એટલી હદે લાગણીએ તારી કરી ઉજાણી.
મથતો રહ્યો હું એને સમજાવવા હર પળ,
પણ ન માની આત્મા એ મારી ન જ માની.
દોહરાવી રહી એ બસ એકની એક જ કહાની,
શુકામ ઉડાવી મજાક મારી,શુકામ ઉડાવી ઉજાણી મારી.
રવિ નકુમ 'ખામોશી'