Gujarati Quote in Poem by Writer Dhaval Raval

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#કાવ્યોત્સવ

. ? *ચરણ*

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

મૃત્યુના બોલાવા સુધી તારું શરણું મળતું રહે,
જીવનના ખરાબ રસ્તામાં તારું ચરણ જડતું રહે.

જીવનમાં શ્રેષ્ઠ ભલે ના બને માણસ,
પણ દયાવાન ભરપૂર થતો રહે માણસ.

દુઃખી જનની મદદ કરતો રહે,
એ હંમેશા તારા ચરણમાં રહે.

ભૂલો પડી માણસ જીવનમાં માર્ગ ભટકે,
ત્યારે માત્ર તારું શરણ તેમને જોવા મળે.

ખોટાની બુદ્ધિ કળિયુગે કામ કરતી રહે,
આવે સત્ય સામે ત્યારે તારા ચરણમાં પડતી રહે.

એક જ આધાર તારા સંગનો રહે,
એક જ આધાર તારા પ્રેમનો રહે,
ભક્તિની પણ થાય મોટી શરૂઆત,
ત્યારે એક જ આધાર તારા ચરણનો રહે.

મૃત્યુના બોલાવા સુધી તારું શરણું મળતું રહે,
જીવનના ખરાબ રસ્તામાં તારું ચરણ જડતું રહે.

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

ધવલ રાવલ
TRUST ON GOD

Gujarati Poem by Writer Dhaval Raval : 111164002
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now