# Kavyotsav 2
હઝલ - એનિવર્સરીની યાદી
આ જૂની કાઢી ફોર્ડ નવી ગાડી આપજો
એમાં જ ફેસીલીટી સરસ મૂકી આપજો
વીંટીઓ બહુ થઇ ગઇ છે તો હવે તમે
સાચા હીરાની બંગડી પણ જાડી આપજો
સાડીઓ સિલ્કની ને બીજી એંશી ખાલી થઇ
પાટણ પટોળા,મોંઘી સરસ સાડી આપજો
ડ્રેસો ય સાવ જૂની જ ફેશનના લાગે છે
વેસ્ટર્ન જીન્સ ટોપ સરસ જોડી આપજો
જૂનો આ બંગલો મને લાગે છે, તો હવે
મોટું જ ફાર્મ હાઉસ ને વાડી આપજો
લેટેસ્ટ તેમાં ઇન્ટિરિયર , ફર્નિચર તો ખાસ
જોવું જ, બાગ - ફૂલ એ પણ બ્યુટી આપજો
બોનસ મને જો આપવું કંઈ હોય તો પછી
હીરાની એક જોડી જ પણ બુટી આપજો
-શ્વેતા તલાટી