#kavyotsav
પાછી મળે..!
- જૈમીન ધામેચા
વહી ચુકેલાં સમયના ઝરણાંની બુંદો પાછી મળે..!
સ્પષ્ટ નહિ અતીતની યાદો ભલે ને, આછી મળે..!
રખડે છે આંખો જે ઊંઘની તલાશમાં આખી રાત,
અગાસીના તારાઓની સોડમાં નીની પાછી મળે...!
બસ, થાક્યાં હવે ઉબડ ખાબડ અનુભવના રસ્તે,
કોઈ ટાઢે છાંયડે બેઠેલી એ નવરાશ પાછી મળે...!
ગૂંચવાયો છું ખુદ જ સંબંધોમાં કરોળિયાની જેમ,
ખોવાયેલા મિત્રોની અદકેરી સોગાદ પાછી મળે...!
તરસી રહ્યું છે 'સ્વપ્ન' એક અજાણી બુંદ માટે,
ક્યાંક સાવ ઊંડે ધરબાયેલી મીઠાશ પાછી મળે..!