Gujarati Quote in Motivational by રામાશ્રય જ્યુબીલી

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાતવાતમાં આડા આવતા અહમને હવે રજા આપવી છે.
કૈંક હોવાના વર્ષો જૂના પેલા વહેમને હવે રજા આપવી છે.

પ્રયત્નબળે સફળતા મળી પણ જાય કે ના પણ મળતી,
કુંડલી અને હસ્તરેખાના જૂના ભ્રમને હવે રજા આપવી છે.

ભૂતપ્રેતને ડાકણ શાકણને વળી અઘોરી મંત્રના ઉત્પાત,
ઘર કરી ગયેલી નબળી વૃત્તિ એમને હવે રજા આપવી છે.

કર્મયોગી બનીને હું મારું પ્રારબ્ધ ખુદ જ કંડારવાનો સદા,
ગ્રહ નક્ષત્રને દશા કે અવદશા જેમને હવે રજા આપવી છે.

ન સંતાપી શકે પછી શનિ રાહુ કે ભૂમિપુત્ર મુજને કદીએ,
પ્રમાણિકતાના પંથે પ્રયાણ કરી સૌને હવે રજા આપવી છે.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Motivational by રામાશ્રય જ્યુબીલી : 111160469
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now