નવા_દુઃખો#૯
૧.આ કારમી મોંઘવારી માં કેમ કરી જીવવું, એ વિચારતી હું સેંચૂરી મારવા બહાર ઉપડી. જી હા, ૯૫ જોડ જૂતાં છે, બાકી ના ખરીદવાં.જોડે મેચિંગ ડ્રેસ પણ ને પર્સ પણ ! ત્યાં ગઈ તો કંઈ ગમે જ નહિ સાલું ! એટલે ખાલી ૪ જોડ લીધાં ને મારું શતક બાકી ! હું દુઃખી..
૨.સાંજે ડિનર માં શું બનાવવું, રોજ ની મગજમારી ! પતિદેવ ને ખીચડી ખાવી હોય, ને છોકરાં ને પિત્ઝા, એટલે કાલે તો મેં પિત્ઝા બનાવી એની પર ખીચડી નું ટોપિંગ કર્યું,.. કોઈ એ ના ખાધું, હું ફરી દુઃખી.. !
૩. આ બધાં જાડી કહે છે એટલે આજે તો રેસ્ટોરાં માં ફ્રેન્ડ સાથે જઈ ને સીધો પીઝા, પાસ્તા, બર્ગર ને પેસ્ટ્રી સાથે ડાયેટ વોટર નો જ ઓર્ડર આપી દિધો. વેઇટર પણ હસ્યો કે આવું પાણી હજી બજાર માં નથી આવ્યું. બધા ફ્રેન્ડ પણ હસ્યાં..હું નવેસર થી દુઃખી...
આ દુઃખો તો મારો કેડો જ નથી મૂકતાં.. ચલ, આજે વિશ્વ હાસ્ય દિવસે હું જ એનો પીછો છોડી દઉં....
કાલ થી મારે લખવાનું નહિ ને
તમને વાંચવા નહિ મળે..?
કાલ થી હું સુખી ને તમે બધા દુઃખી ??!!