એમ કૈં નાની શી વાતમાં રિસાવાય નહીં.
રિસાય જઈને આમ પિયર જવાય નહીં .
ઘર છે ક્યારેક વાસણ ખખડે પણ ખરાં,
નાની એવી વાતમાં માઠું લગાડાય નહીં.
હોઠની છે વાત જે કદી હૈયે ધરાય નહીં,
આટલા લોહીઉકાળા અમથા કરાય નહીં.
આવો ઘરે પુનઃ સ્વાગત સદાય તમારું છે,
નબળી ક્ષણોને કદી મન પર લેવાય નહીં.
ઉદાર છો તમે તો ઉતાવળા કેમ થઈ ગયા?
ચાના પ્યાલાનું તોફાન કાયમી ગણાય નહીં.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '