#કાવ્યોત્સવ
#KAVYOTSAV -2
#પ્રેમ ...
મારા તો પહેલા પ્રેમ ની શરૂઆત થઇ ગઈ...
આ કેવા તે પ્રેમ ની શરૂઆત થઇ ગઈ...
આંખોથી આંખો ની મુલાકાત થઈ ગઈ...
એની સાથે મારે પણ ઓળખાણ થઈ ગઈ...
મળી ગયા છે જ્યારે આ બે નયનો હવે...
દિલ એ દિલ નું સરનામું લઈ લીધું હવે...
રંગીન સપનાઓ ની શરૂઆત થઈ ગઈ....
ઓળખાણ ન હતી છતાં ઓળખાણ થઈ ગઈ...
મારા તો પહેલા પ્રેમની શરૂઆત થઈ ગઈ...
રંગીન સપનાઓ માં મન રા ચવા લાગ્યું છે મારુ...
આ કેવા તે પ્રેમની શરૂઆત થઈ ગઈ...
રાતની ઊંઘ પણ મારી હરામ થઈ ગઈ...
મળ્યા એ જ્યારથી મને ત્યારથી જ બસ આ...
દુનિયા પણ પરાઈ થઈ ગઈ...
લાગતું નથી મન મારું હવે કોઈ કામમાં....
મારી તો જિંદગી લાગે છે હવે બરબાદ થઈ ગઈ...
મારા તો પહેલા પ્રેમ ની શરૂઆત થઈ ગઈ....
આ કેવા તે પ્રેમની શરૂઆત થઈ ગઈ....
મારા પહેલા તે પ્રેમની શરૂઆત થઈ ગઈ...