એક આસ મારી છે તું જિંદગી
મોત પહેલા...
પણ
લાશ નથી બનવું મારે
મોત પહેલા...
ચિતામા તો એક દી સળગવું રહ્યું મારુ,
પણ
રોજ રોજ નથી બળવું મારે
મોત પહેલા...
અંધારું ઘણું હોય છે જીવન મા
પણ
અંધકાર નથી બનવું મારે
મોત પહેલા...
કબર તો હંમેશા પથ્થરની જ હોય છે વહાલા ,
પણ
પથ્થરો નથી બનવું મારે
મોત પહેલા...
અલ્પ જિંદગી રહી જ મારી,
પણ
કદી અલ્પવિરામ નથી રહેવું મારે,
મોત પહેલા...
ખબર છે મને વધતી ઉંમર છે મારી,
પણ
જેટલી બચી છે જિંદગી તારે નામ લખું
મોત પહેલા...
જેમ જેમ તું ઓછી થાય છે જિંદગી,
પણ
તેમ તું ખુબ જ ખાસ છે
મોત પહેલા...