Gujarati Quote in Jokes by Amita Patel

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નવા_દુઃખો#૭

આ દુઃખો મારો પીછો જ નથી છોડતાં. ફટાફટ પીરસી દઉં હોં, અત્યારે બ્રેક ફાસ્ટ માં જ લઈ લેજો હોં !

1. અને 2 નંબર ના દુઃખો હમણાં યાદ નથી..ભૂલી ગઈ છું.

૩.ગઈ કાલે ભર બપોરે બિલ્ડિંગ નાં છોકરાં ઓએ બેલ મારી ને પાણી માંગ્યું. મે કહ્યું, બહાર જ ઊભા રહો, લાવું છું. એમ કહી રસોડા માં જઈ , પાણી પી ને હું રુમ માં જતી રહી. ૧૫ મિનિટે ફરી બેલ વાગ્યો. બીતા બીતા છોકરાઓ એ ફરી પાણી માંગ્યું ,મે કહ્યું કે લો હું તો ભૂલી જ ગઈ. હું પોતે પાણી પી ને બેસી ગઈ.
અડધો જ કલાક માં છોકરાં એક રેકોર્ડ કરેલું મશીન લઈ ને ફરી આવ્યા .આંટી, તમે ભારે ભૂલકણા છો, લો આ કાન માં ભૂંગળા ભરાઈ ને સતત સંભલ્યા કરજો. તમારે જાન નું જોખમ છે.મને નવાઈ લાગી.. સાંભળ્યું તો એમાં રેકૉર્ડ કરેલું હતું , " શ્વાસ લો... શ્વાસ છોડો.. શ્વાસ લો.. શ્વાસ છોડો.. "
ઘર માં સૌ મારી પર હસ્યાં..હું નવેસર થી દુઃખી !
હવે તમેય હસતાં હો, તો હું શ્વાસ લઉં જરા !!

Gujarati Jokes by Amita Patel : 111154993
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now