Gujarati Quote in Good Morning by Pravin..

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પૂર્ણમાંથી અંશ ,અલગારી થયો
સ્વાદ કાજે શબ્દ સંસારી થયો
તું થઈને શુદ્ધ શૃંગારી થયો
હું થઇ અવધૂત અલગારી થયો
કંદરાએ,કાળએ,ગોરંભએ
મૌનએ,ને એજ ઉદગારી થયો
મુક્ત સ્વેચ્છાએ જ બંધાયો સ્વમાં
સ્થિર મટીને કેવો સંસારી થયો
તેજ,માટી,મૂર્તિ,મંદિર,આરતી
એજ પુષ્પો થઇને પૂજારી થયો

રાજેન્દ્ર_શુકલ

Gujarati Good Morning by Pravin.. : 111153009
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now