નવા_દુઃખો#૬
૧. ગઈ કાલે તો મસ્ત કોબીજ વટાણા બટાકા નું શાક ખાધું. જો કે વટાણા ને બટાકા તો નાખવાનાં જ રહી ગયા હતાં.. ના .. ના.. ભૂલી નતી ગઈ.. વટાણા ઘર માં હતાં જ નહીં ને બટાકા ઘર માં આઇ ને વાંદરું ખાઈ ગયો ! એટલે..
૨. મારા ભૂલકણા સ્વભાવ નું શું કહું ? ઓફિસ થી સાંજે છૂટી ને સ્કૂટર ની ચાવી શોધું તો મળે જ નહીં, બોલો. મેં તો સ્ટાફ ના બધા ને કામે લગાડ્યા પણ તો ય ના મળી. છેવટે મને એમ થયું કે નીચે સ્કૂટર માં જ રહી ગઈ હશે. . નીચે જઈ ને જોયું તો આય હાય, સ્કૂટર જ ગાયબ ! આવડી મોટી ઓફિસ માં થી વોચમેન ના દેખતાં કોઈ ચોરી ગયું, બોલો ! જેવી એફ. આઇ. આર. દર્જ કરાવવા જતી હતી, ત્યાં ફોન આવ્યો, કે બહેન, દુકાન બંધ કરવાનો સમય થયો, હવે તો સર્વિસ માં આપેલું સ્કૂટર લઈ જાવ !!
બધા મારા પર હસ્યાં, હું દુઃખી !
લોકો બધા ભૂલકણા જ હોય છે, પણ આ રીતે મારી પર લોકો હસે , એ મને ગમતું જ નથી . લોકો ને રોજ મને દુઃખી કરવાનો મસાલો મળી રહે છે.
હવે mb વાસીઓ, તમે કેમ હસો છો ?