Gujarati Quote in Quotes by રામાશ્રય જ્યુબીલી

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એકને એક પ્રવૃત્તિનું પુનરાવર્તન જન્માવે છે આદત.
શરુશરુમાં તો વ્યક્તિને ખૂબખૂબ ફાવે છે આદત.

સારી આદત સારાં પરિણામને નોતરનારી સમજવી,
ખરાબ વહાલાંમાંથી વેરી બનીને હંફાવે છે આદત.

જેવો સંગ તેવી આદત વ્યક્તિના જીવનમાં આવતી,
કુસંગે પડેલી વ્યક્તિના પતનનાં દ્વાર ખોલે છે આદત.

પહેલાં વ્યક્તિ પાડે છે પછી આદત એને પાડનારી,
સારી ટેવ જીવનઘડતર કરી બીજી બે લાવે છે આદત.

જીવનમાં સંસ્કારનું વાવેતર આદત થકી જ થનારું ,
સારું વર્તન સદૈવ મનુષ્ય જીવનને દીપાવે છે આદત.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Quotes by રામાશ્રય જ્યુબીલી : 111151468
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now