અંતરથી અંતર ના રાખો ઓધવજી.
સત્ય સનાતન તમે ભાખો ઓધવજી.
કરીને પ્રતિક્ષા ખૂટી છે ધીરજ અમારી,
રડીરડીને સૂઝી ગઈ આંખો ઓધવજી.
ક્હાન વિના કાન કશુંયે ના સાંભળતા,
ફફડી રહી ઉરની હવે પાંખો ઓધવજી.
કૃષ્ણવિયોગ અમને લાગે છે વસમોને,
ભૂલાય ન કર્યે યત્ન લાખો ઓધવજી.
આમ એકલા ન આવો કાન સાથે લાવો,
સઘળે દીસે છે ઝાંખો ઝાંખો ઓધવજી.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '