Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સહકારથી જ સિદ્ધિ સાંપડે એ સત્ય સનાતન.
સાધન થકી જ સાધ્ય ફળે એ સત્ય સનાતન.

તાળી ન પડે એકલહાથે ક્યારેય કદીએ જગમાં,
જો બીજો આવી એમાં ભળે એ સત્ય સનાતન.

હાથ ઝાઝા થાય રળિયામણાને તે સિદ્ધિને વરે,
બળ એકતાનું પ્રયત્નને મળે એ સત્ય સનાતન.

કીડી ઝાઝી સાપને લૈ જાય તાણી એ હકીકત,
સંપથકી જ સફળતાને વરે એ સત્ય સનાતન.

ઈંડાં ટીટોડીના મળ્યાં પાછાં નાત ભેગી થૈ જાય,
સાગર જેવો સાગર ખળભળે એ સત્ય સનાતન.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111148826
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now