તડપ મારી છે તને પામવાની નિરંતર.
તડપ મારી છે તને ભેંટવાની નિરંતર.
છું તરસ્યો યુગયુગથી તારાં દરશને,
તડપ મારી છે તને મળવાની નિરંતર.
થવું છે હરિ રંગલાખવત્ એક પછી,
તડપ મારી છે તને નીરખવાની નિરંતર.
હશેય તનેય ચાહત અંશને પામવાની,
તડપ મારી છે તને રીઝવવાની નિરંતર.
ભટકાતો, અથડાતો,અટકતો કેવો હું?
તડપ મારી છે તારામાં ભળવાની નિરંતર.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '