સમજણ કેરા ફળ આવતાં હું નીચો નમ્યો.
સત્પુરુષ તણો આશીર્વાદ મળતાં હું નીચો નમ્યો.
વૃક્ષની જેમ મીઠા ફળ આપવા હું નીચો નમ્યો.
થઇ હો ભૂલ કોઈ ક્ષમાં યાચવા પ્રભુની સામે નીચો નમ્યો.
છે સૂર્ય મધ્યાહ્ને તેમ છતાં હલકા થઈ ઊંચે ચઢવા કરતા
ચરણોમાં કોઈના ઝૂકવા હું નીચે નમ્યો.
- નિશાન