ડૉ. નિમિત્ત ઓઝા એવુ કહે છે...
એક સ્ત્રીનું જ્યારે પહેલું મેન્સીઝ આવતું હોય છે ને, ત્યારે એક સ્ત્રી પોતાનામાં રહેલા સ્ત્રીત્વના પ્રેમમાં પડતી હોય છે.
મારા પહેલા પીરિયડ વખતે મારામાંથી વહી જતા લોહીમાં, મેં મારી મા બનવાની શક્યતાઓને જોઈ હતી.
મેન્સીઝ એ યુટરસના ગર્ભ ધારણ કરવાના ધોવાઈ ગયેલા સપનાઓનું પ્રવાહી સ્વરૂપ છે.
આપણા સમાજમાં કન્સીવ ન કરી શકવાને, એક સ્ત્રીની નિષ્ફળતા ગણવામાં આવે છે. અને માટે જ મેન્સીઝના ડાઘાઓ સ્ત્રીના કપડાઓ પર ક્યાંય દેખાડી શકાતા નથી. સોસાયટી એવું માનતી હશે કે આ મેન્સીઝના ડાઘ નથી, આ એક સ્ત્રીની નિષ્ફળતાના ડાઘાઓ છે. પણ હું એવું નથી માનતી.
દાઢી કરતી વખતે બ્લેડ વાગે અને પુરુષને લોહી નીકળે, તો દરેક પુરુષ એ લોહીને સામી છાતીએ બતાવી શકે છે. તો પછી આપણે સ્ત્રીઓ આપણામાંથી વહી જતા લોહી માટે શું કામ શરમાવું જોઈએ ? સ્ત્રી હોય કે પુરુષ, લોહીનો રંગ તો બંનેમાં એક જ હોય છે.
ઓપરેશન પછી હું રાહ જોઈશ મારા પહેલા મેન્સીસની. લાલ રંગ તો બહુ જોયો છે, પણ જિંદગીમાં પહેલી વાર એ લાલ રંગની મને કિંમત સમજાશે. આટલા વર્ષો સુધી મેં ભોગવેલી ઉજ્જ્ડતા પછી પહેલી વાર મારામાંથી વહી જતા લોહીના મને શુકન થશે. અને એ ઘડી કોઈ મંગળમય ઘડી હશે.
સ્ત્રીમાં રહેલો યોનિમાર્ગ એ ફક્ત પુરુષોને મળતા આનંદનું સરનામું નથી, એ જન્મ લઈ રહેલા બાળકનો આ દુનિયામાં આવવાનો દરવાજો પણ છે. દરેક યોનિ લાલ જાજમ પાથરીને નવા આવનારા બાળકને આવકારતી હોય છે. દોસ્ત, એ બહુ પવિત્ર જગ્યા છે. અને કમનસીબે પુરુષોની દરેક ગાળ સ્ત્રીની યોનિને સંબોધીને જ બોલવામાં આવે છે. સ્ત્રીઓને આદર આપવાની વાત તો એક બાજુ, આપણે તો એ રસ્તાને પણ આદર નથી આપી શક્તા જે રસ્તાએ આપણને અહિયાં સુધી પહોંચાડ્યા.
You have all rights to celebrate something which We men envy the most, and that is your women-hood.
-ડૉ. નિમિત્ત ઓઝા ( નવલકથા ‘ક્રોમોઝોમ XY’માંથી )
My dear Mother's And Sister's Plz... આ રચના ને શેર કરો તમારા ફેસબુક માં , વોટ્સએપ માં. કેમ કે આ વાંચી ને ઇ Think ઘણા બધા પોતાની જાત ને change કરી શકે છે સો પ્લીઝ શેર કરો.
instagram Id - i_danny7
Mr NoBody