કૂંપળ ખીલી ગાલ જોઇને ,
ફુલો તારી ચાલ જોઇને .
મ્હેંકી ગઇ ચોમેર દિશાઓ ,
ચ્હેરા પરનું વ્હાલ જોઇને .
શરમાઇ ગઇ આ ઘટા કાળી ,
છૂટા તારા બાલ જોઇને .
ચાંલ્લો જાણે ચાંદ ટાંક્યો હો ,
એવું ભાસે ભાલ જોઇને .
ઇશ્વર પણ હેરાન છે "ચાતક" ,
પાગલ તારા હાલ જોઇને .
#ગફુલ_રબારી_ચાતક