હોલીવૂડની હિટ ફિલ્મોની સ્ટોરીઓ પરથી જો ગુજરાતી ફિલ્મો બને તો એનાં નામો કેવાં હોય?
'ટાઈટેનિક'નું નામ હોય : 'મધદરિયે ડૂબી મારા દલડાંની નાવડી!'
૨૦૧૨માં તો આખી પૃથ્વી પર પ્રલય થઈ જશે એની વાત હતીને? તો ગુજરાતી ફિલમનું નામ હોય : 'પાલવડે પાંગરશે પ્રલયની પ્રીત!'
સ્પાઈડરમેનની વાર્તામાં ગુજરાતી ગાયનો તો આવે જ ને! એટલે ગાયન પરથી જ ટાઈટલ હશે : ''કેમ રે આવું કરોળિયા તારી જાળમાં!''
હમણાં જ આવેલી સાયન્સ ફિક્શન 'અવતાર' ગુજરાતીમાં બને તો?
''તમે કિયા તે ગરહના માનવી?''
'મેન ઇન બ્લેક' ગુજરાતીમાં બને તો?
''કાળાં રે કપડાંમાં દીઠા કરસન ને કાનજી!''
મેન વિથ ધ ગોલ્ડન ગન : ''દલડું લઈ ગ્યો ઓલ્યો સોનેરી બંધૂકવાળો!''
સુપરમેન : ''ઓ ભૂરી બંડીવાળા, ઓ લાલ ચડ્ડીવાળા!''
ડેથ રાઈડ્ઝ હોર્સ : ''ઘોડલે ચડીને મલકે મીઠું મોત!'