Gujarati Quote in Shayri by Dishu Patel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એકલાં ચાલી ગયાં છે આ સફરમાં એ કશે.
હાલ તો મારા વગર 'રે છે કસરમાં એ કશે.

જિંદગીના આ વળાંકો સ્હેજ સહેમાવી ગયાં,
એટલે રસ્તે મળ્યાં નીચી નજરમાં એ કશે.

કે જતાવી ના શક્યા જે વાત વર્ષોથી કદી!
જો કહી ગ્યા એક નાનીશી કદરમાં એ કશે.

યાદ મારી આદતોને એ ઘણી કરતાં હશે.
એમ તો રહેતા હશે મારી અસરમાં એ કશે.

હાથ ફેલાવી ઉભી છું હું ખુશી થી માર્ગમાં,
આવશે મંજિલ ભણી ચાલી ડગરમાં એ કશે.

દિશું પટેલ

Gujarati Shayri by Dishu Patel : 111137235
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now