ભર ઉનાળે થઈ વિંઝણો મન ભિંજવે
રાત આખી હું જાગ્યા કરૂં તારી યાદમાં
ને વહેલી સવારે ઝાકળનો સહવાસ ભિંજવે
સનમ તારી યાદ ભિંજવે
આંખોના સમણાંમા સમાયો શ્ર્વાસ ભિંજવે
ખેતરને શેઢે પૂનમની રાત ભિંજવે
વડલાની ઘનઘોર ઘટામાં હું અટવાયો
ને આંબાડાળે કોયલનો ટહુકાર ભિંજવે
સનમ તારી યાદ ભિંજવે
નયનોથી નયને મળેલા તાર ભિંજવે
યૌવનની મોસમ આ મુશળધાર ભિંજવે
પલકોમાં સચવાયો ચહેરો વરસોથી
ને રૂદિયામાં સંગ્રાહેલ તમારો સાદ ભિંજવે
સનમ તારી યાદ ભિંજવે
નટખટ નજરો હસતો ચહેરો ખાસ ભિંજવે
ને મારાં માં રહેલો તારો અહેસાસ ભિંજવે
વરસોથી તરસી મારી આ ધરતીને
તારા સ્પર્શનો પહેલવહેલો વરસાદ ભિંજવે
સનમ તારી યાદ ભિંજવે
- કિસ્મત પાલનપુરી
( રવિધામ )