દશરથ આંગણ દીપાવ્યાં રામ તમે.
અવધ મલકને શોભાવ્યા રામ તમે.
પરમપિતા પુત્ર બનીને પધાર્યા ત્યાં,
કૌશલવાસીઓ રીઝાવ્યા રામ તમે.
પાળી મર્યાદા રઘુકુળની સદાય તમે,
પિતૃવચનથી વન સિધાવ્યા રામ તમે.
હણી તાડકા, સુબાહુને દાનવો વળી,
વરી સીતા, સીતારામ થયા રામ તમે.
માર્યા વાલી રાવણ હતા જે પાતકી,
રામરાજ્ય થકી વખણાયા રામ તમે.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '