Gujarati Quote in Story by Bipin Agravat

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#MoralStories



'શું કહ્યું ? ધ્વનિતનું એક્સિડન્ટ થયું છે ?' ફોન પર આટલું સાંભળતાની સાથે જ નિર્ભયને એ.સી.માં પરસેવો વળી ગયો. તેની આંખો સામે અંધકાર છવાઈ ગયો. પોતે માનસિક રીતે અસ્વસ્થ જણાતાં તેણે પોતાના મિત્ર સાર્થકને બાઈક લઈ દવાખાને સાથે આવવા કહ્યું.

ધ્વનિત નિર્ભયનો નાનો ભાઈ હતો અને તે કોલેજમાં અભ્યાસ કરતો હતો. આજે સવારે કોલેજનો છેલ્લો દિવસ હોવાથી કાર લઈ કોલેજ જવાની જીદ કરતાં તેના પપ્પાએ 'હા' પાડી હતી. નિર્ભયે એ સમયે ચેતવણી આપતાં કહ્યું હતું કે, 'ધ્વનિત, જો તારી પાસે લાઈસન્સ નથી અને કારનો વિમો પણ રિન્યુ કરાવવાનો બાકી છે. એટલે લઈ ભલે જા પણ ધ્યાન રાખી, ધીરે ચલાવજે.' તેથી ધ્વનિતનાં એક્સિડન્ટનાં સમાચાર સાંભળતાં જ નિર્ભય ભયભીત થઈ ગયો.

'કોની સાથે કાર અથડાઈ હશે ? સામેવાળાનું શું થયું હશે ? ધ્વનિતને કેવું વાગ્યું હશે ? કારનું શું થયું હશે ? સામેવાળા કેસ કરશે તો...? ધ્વનિત પાસે તો લાઈસન્સ પણ નથી અને કારનો વિમો પણ રિન્યુ નથી કર્યો...' આવા અનેક પ્રશ્નો-વિચારોની સાથે નિર્ભય અને સાર્થક દવાખાને પહોંચ્યા. સમગ્ર બનાવ વિશે જાણ્યા પછી નિર્ભયનો શ્વાસ નીચે બેઠો. ધ્વનિતની કાર બ્રેક ફેઈલ થઈ જવાને કારણે ઝાડ સાથે અથડાઈ હતી. ધ્વનિતને તો કંઈ થયું ન હતું, પરંતુ કાર ટોટલ-લોસ થઈ ગઈ હતી. મિત્રોનાં જણાવ્યા મુજબ ધ્વનિત ત્યારે અંદાજિત ૧૦૦ કિમી/કલાકની ઝડપે કાર ચલાવી રહ્યો હતો. ઈશ્વરની કૃપાથી નસીબે જ એને ફરી જીવવાનો મોકો આપ્યો હતો, નહિ તો કારની હાલત જોતાં એમાં રહેલ વ્યક્તિનું બચવું અશક્ય જ લાગતું હતું.

ધ્વનિતનાં એક્સિડન્ટની જેને પણ જાણ થઈ, તેમણે પોતાની કારનો વિમો તપાસી લીધો અને લાઈસન્સ વગરનાં કોઈને પણ પોતાની કાર ક્યારેય નહિ આપવાનો નિર્ણય કરી લીધો.



#MoralStories

Gujarati Story by Bipin Agravat : 111134349
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now