Gujarati Quote in Story by Leena Vachhrajani

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"એટિટ્યુડ”

ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો મહાપ્રતિષ્ઠિત ગણાતો એવોર્ડ સમારંભ ચાલી રહ્યો હતો. એક પછી એક કેટેગરીના એવોર્ડની ઘોષણા થઈ રહી હતી. કેટલાક નવા તો કેટલાક જૂના જોગીઓના નામે એવોર્ડ નોંધાતા જતા હતા. અને મિ. કૈમલ દિવાનના ધબકારા વધતા જતા હતા. છેલ્લા પાંચ વર્ષથી બેસ્ટ લિરિક્સનો એવોર્ડ એ જ જીતતા આવ્યા હતા.

" એન્ડ બેસ્ટ લિરિક્સ ઓફ ધ યર એવોર્ડ ગોઝ ટુ મિ. કૈમલ દિવાન..”

મિ.દિવાનને બંગલે રાતે પાર્ટી ચાલતી હતી ત્યાં ગેટ પરથી આવેલા વોચમેને કૈમલને સાઇડ પર બોલાવીને કંઇક કહ્યું. બીજી મિનિટે આસિસ્ટન્ટ ગેટ પર જઇને ત્યાં રાહ જોઇને ઉભેલા સામાન્ય માણસને ધમકાવતો નજરે ચડ્યો.

"તું અત્યારે..?કોઈએટિટ્યુડ છે? બિઝનેસનાય કોઇ ઉસુલ હોય એ સમજાતું નથી?"

"પણ મારી વાત તો સાંભળો .."

"ચાલતો થા , બહુ મોટી સેલીબ્રિટીઝ હાજર છે એની સામે સરને નીચા દેખાડવાની જો કોશિશ કરી તો જોઇ લેજે. તારા જેવા હજારો મળી રહેશે.."

બરાબર પંદર દિવસ પછી ..

"આદર્શ તું ક્યાં ખોવાઇ ગયો ? મારે હવે નવા ગીતોના લિરિક્સ જોઇએ છે. તે દિવસે મારા આસિસ્ટન્ટની વાતોનું આટલું શું ખરાબ લગાડવાનું? અને એટીટ્યુડ પણ કોઈ ચીજ હોય ને!”

"દિવાનસાહેબ, હું આટલાં વર્ષોથી મારા શબ્દો તમને વેચું છું.તમે એના પર કંઇ કેટલાય એવોર્ડ મેળવી લીધા. તમને એવોર્ડ મળ્યો એ પળે ડોક્ટરોએ અસાધ્ય રાજરોગથી પિડાતા મારા એકના એક દીકરાની સારવાર માટે પૈસા જમા કરાવવાનું કહ્યું એટલે મારે નછુટકે તમને પાર્ટીમાં ડિસ્ટર્બ કરવા પડ્યા..

બસ, મારી લાચારીનું કારણ એ દિવસે ખતમ થઇ ગયું. હવે મને મારા શબ્દો વેચવામાં જરા પણ રસ નથી. પ્લીઝ હવે મને કોન્ટેક્ટ કરવાની જરુર નથી. ધીસ ઇઝ માય એટિટ્યુડ..."

ફોન કપાઇ ગયો.....

- લીના વછરાજાની..
શબ્દો- ૨૪૬
#MoralStories

Gujarati Story by Leena Vachhrajani : 111132005
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now