Gujarati Quote in Thought by Aditya

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને પુસ્તક વાંચન ગમે છે, દરરોજ ની બે કલાક ગમે તે રીતે સમય બચાવી વાચન કરુ છુ, એ મારો નિયમ હવે આદત બની ગ્યો છે, તેમ છતા દિવસ મા કયારેક થોડા સમય માટે ફ્રિ થાવ તો પણ મોબાઈલ મા ટાઈમપાસ ના કરતા મારી જોડે પુસ્તક હોય છે, પણ મને વાંચન ની સાથે એક સમસ્યા બની છે જેની પણ આદત પડી ગઈ છે, હુ કોઈ પણ પુસ્તક લાઈબ્રેરી માથી લાવુ અને વાંચન ચાલુ કરુ પછી 4-5 દિવસ મા અડધુ પુસ્તક વંચાયા પછી, કોઈ નવુ પુસ્તક સર્ચ કરી ને પુસ્તક સમીક્ષા વાંચી ને આ નવુ પુસ્તક વાંચવા ની ઈચ્છા થાય છે, જેથી જે પુસ્તક વાંચવા નુ ચાલુ હોય એમા મન નથી લાગતુ, નવા પુસ્તક ના પુસ્તક પરીચય વાંચી એ પુસ્તક લાવી ને વાંચવા ની ઈચ્છા થાય, આવુ વારંવાર બને છે. હુ જુનુ સંપુર્ણ પુસ્તક વાંચા વગર પુસ્તકાલય મા સબમીટ કરી નવુ પુસ્તક લયાવુ, ફરી આજ ઘટના બને,
ત્યારબાદ મે એવુ નક્કી કરુ કે એક પુસ્તક પુરૂ ના થાય ત્યા સુધી નેટ પર નવા કોઈ પુસ્તક વિશે માહિતી જ ના જોવી, પણ એ બાબત મા પણ હુ નિષ્ફળ રહયો. ઘણીવાર એક નુ એક જ પુસ્તક વાંચન કર્યા જ કરુ પણ મન લાગે નહી, બીજુ નવુ પુસ્તક નુ જ સ્મરણ ચાલા કરે,
આ માટે કોઈ માર્ગદર્શન આપશો.

Gujarati Thought by Aditya : 111130452
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now