નાસ્તિક એ છે જેને નથી ઇશ્વરમાં વિશ્વાસ.
નાસ્તિક એ છે જેને નથી અંતરમાં વિશ્વાસ.
થાય છે જેઓ વિમુખ સંસ્કૃતિને સંસ્કારથી,
નાસ્તિક એ છે જેને નથી આચારમાં વિશ્વાસ.
નથી ભરોસો ખુદની શક્તિનો જેને કદી પણ,
નાસ્તિક એ છે જેને નથી વિચારમાં વિશ્વાસ.
વસે છે વિભુ જનેજનમાં હૃદયમહીં સદાય,
નાસ્તિક એ છે જેને નથી આધારમાં વિશ્વાસ.
મળી જાય મબલખ વિશ્વાસની બુનિયાદે,
નાસ્તિક એ છે જેને નથી સારાસારમાં વિશ્વાસ.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '