એવું તો શું તારી ભીતર થાય છે?
વાત સાચી બોલતા ખચકાય છે.
ઠાલવી દે તારા દિલની વાતને,
તું નકામી આજ બહુ ગભરાય છે.
જાતને તું ઓળખી શકતી નથી,
એટલે દરરોજ તું મૂંઝાય છે.
તારી ભીતરમાં છે સાચી શાંતિ ને,
શોધવા એને તું બીજે જાય છે.
વાત પૂરી ક્યાં હજી તેં સાંભળી,
ખાલી ખોટી આમ તું અકળાય છે.