TRUTH OF LIFE
જિંદગીનો નિયમ છે મઝાનો
અહી આવેલ દરેક પાછો જવાનો
જન્મની સાથે જ મૃત્યુ છે નક્કિ
ક્યારે જવાનું છે તે નથી નક્કિ
અહી નથી થતો ક્યારેય ગોટાળો
દરેક્નો નિકળે છે સમયસર જનાજો
મોતની તુ ન કર વ્યથા
કુદરતની છે ઍ સરસ વ્યવસ્થા
ખાલી હાથે આવીને ખાલી હાથે જવાનું
મોત આવે ત્યારે બધુ મુકીને જવાનું
તારા જીવતે જી સૌ કરશે પરેશાન
મર્યા બાદ ગાશે બધા ગુણગાન
ચાર દિનની છે બસ જિંદગી
મોત પહેલા તુ કરી લે બંદગી
મોતનો શું કામ રાખે છે ડર
આત્મા તો ખાલી બદલે છે ઘર
-પ્રિતેન
#priten 'screation#