Gujarati Quote in Questions by પારૂલ ઠક્કર... યાદ

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આનંદીબેન નો પુત્ર બહારગામ હતો... નોકરી કરતો હતો.. આનંદીબેન અને એની દીકરી પોતાના વતન માં હતા... આમ તો બધું બરોબર ચાલતું હતું.. પણ આજે આનંદીબેન મુંજાયેલા હતા... તેમણે  પોતાના પુત્ર ને  ફોન માં વાત કરી... "બેટા થોડી મુંજાવ છું તારી સલાહની જરૂર છે.. ફોનમાં વાત નહિ કરી શકું તું આવે જ છે ને રૂબરૂ તો ત્યારે વાત કરીએ " ...

     પુત્ર એ કીધું હા ભલે... પણ દીકરો ઘરે આવતા જ આ વાત ભૂલી ગયો... આનંદીબેન રાહ જોતા રહ્યા કે હમણાં દીકરો વાત કરશે હમણાં વાત કરશે... પણ ... દીકરો 2 દિવસ રોકાઈ ને ફરી બહારગામ ચાલ્યો ગયો...

  અહીં આ બાજુ આનંદીબેન ની મુશ્કેલી વધતી ગઈ.. વાત જાણે એમ હતી કે..... તેમના દીકરાના એક ખૂબ નજીક ના મિત્રના પપ્પા આનંદીબેન ને હેરાન કરતા હતા... આનંદિબેન સાથે પરાણે સંબંધ રાખવા માંગતા હતા... એવો સંબંધ જેને આ સમાજ ક્યારેય મંજુર ન કરે..એક એવો સંબંધ કે જો આનંદીબેન એ સ્વીકારે તો પોતાના બાળકોની નજર માં ખૂબ નીચા ઉતરી જાય... જો કે આનંદીબેન આ બધા પરિણામ જાણતા હતા અને તેથી જ એમની ચોખ્ખી ના હતી... પણ સામેની વ્યક્તિ પોતાના  દીકરા ના મિત્રના પપ્પા હતા તેથી સમજાવટ થી સારા શબ્દોમાં ના પાડતા રહ્યા...

     આમ જુવો તો એ વ્યક્તિ કાઈ નાની તો ન જ હતી... એને ખુદ  3 સંતાનો છે... અને પાછા ત્રણેય સંતાનો ના લગ્ન થઈ ગયા છે અને એમના ઘરે પણ બાળકો છે... પણ છતાં એમની મતિ બગડી...

  ટાણે-કટાણે એ ફોન કરતા હતા... અને આનંદીબેન ને હેરાન કરતા હતા...અને પછી તો એક વાર હદ થઈ ગઈ.... એ ઓચિંતાના જ આનંદીબેન ના ઘરે જઈ ચડ્યા... પુત્ર ના મિત્ર ના પપ્પા હોવાથી આનંદીબેન એ આવકાર આપ્યો... ચા  પાણી નો વિવેક કર્યો.... ચા  પીવડાવી.... થોડી આડીઅવળી વાતો થઈ.... પછી પેલા કહેવા લાગ્યા... કે તમારી પરિસ્થિતિ હું સારી રીતે જાણું છું અને તમને (આનંદીબેન ને) હૂંફ આપવા  માંગુ છું... તમારું મન  બીજે વાળવા માંગુ છું... વગેરે... વગેરે....

       આનંદીબેને ત્યારે પણ વિવેક થી અસ્વીકાર કર્યો એમની વાત નો... સમજાવ્યા એમને કે આ બધું આ ઉંમરે ન  શોભે... આપણા બાળકોને આ વાત ની જાણ થાય તો આપણી આબરૂ શુ રહે ? બાળકોની નજરમાં આપણી કિંમત ન રહે.. પણ એ વ્યક્તિ ના મન માં તો કઈ ક જુદા જ ઘોડા દોડી રહ્યા હતા...

       કાઈ ક વિચારીને એણે આનંદીબેન પાસે પાણી માંગ્યું.. આનંદીબેન પાણી નો ગ્લાસ લઇ ને આવ્યા... પાણીનો ગ્લાસ લેવાના બહાને એ વ્યક્તિ એ આનંદીબેન નો હાથ જ પકડી લીધો.. અને  આનંદીબેન કાઈ સમજે એ પહેલાં જ એમના હાથ ને ચૂમી લીધો....

     આનંદીબેન એકદમ અવાચક થઈ ગયા... ગુસ્સો પણ આવ્યો એમને અને ગુસ્સા માં પેલા ભાઈ ને ઘર માંથી ચાલ્યા જવા કહ્યું... એ વ્યક્તિ તો ચાલી ગઈ  પણ આનંદીબેન આ ઘટનામાંથી બહાર ન આવી શક્યા...   થોડીવાર પછી આનંદીબેન ની દીકરી આવી... આનંદીબેન એનાથી નજર બચાવી ને કામ માં જીવ પરોવવા લાગ્યા... પણ એમની દીકરી ની નજર માં આ બદલાવ આવી ગયો. એણે તરત મમ્મી ને પૂછ્યું કે શું થયું ??  અને આનંદીબેન ના મન માં ચાલતું તોફાન અશ્રુ સ્વરૂપે બહાર આવ્યું... એમણે બધી વાત કરી પોતાની દીકરી ને....

   ( બાકી નો ભાગ...પછી ની પોસ્ટ માં)

Gujarati Questions by પારૂલ ઠક્કર... યાદ : 111126603
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now