Gujarati Quote in Story by Devang Dave

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#મોરલસ્ટોરીઝ #moralstories
આમ તો અગાઉ આ વાર્તા જુની છે, તમે લોકો એ વાંચી પણ હોય પણ એ વાર્તા અધુરી છે બાકીની વાર્તા જ ખુબ કામની છે અને અગત્યની પણ ખરી....
કોલગેટ કંપનીમાં મશીનરી યુગ ના એ શરૂઆત નો જ દૌર ટુથપેસ્ટનું ઉત્પાદન દોઢુ ડબલ થઇ ગયું હતું માલ નો ભરાવો થતો જતો હતો ઉત્પાદન બંધ રાખવું એ કાયમી વ્યવહારૂ ઉકેલ તો નહોતો જ..
કંપનીના મેનેજમેન્ટ વાળા બધાં જાત જાતના માર્ગ સુચવતાં પણ કોઈ યોગ્ય સમાધાન મળતું ન હતું
દોઢ બે કલાક બેઠક ચાલી પણ વાત ત્યાંજ અટકી હતી એ દરમ્યાન કંપની એક સ્પિનર કે મેઈડ પછી ચોથા વર્ગના વૃધ્ધ સ્ત્રી કર્મચારીએ કહ્યું કે, " મારી પાસે એનો ઉકેલ છે જ જો તમે રજા આપો તો હું કહું "

મેનેજમેન્ટ ના અમુક લોકોએ એની ટીકા કરી, દૂર રહેવા જણાવ્યું, પણ એક ડીરેક્ટર એ કહ્યું આપણે એમને સાંભળી લેવા જોઈએ...
પછી તે વૃધ્ધા એ સરળ સટીક ઉપાય સુચવ્યો કે પેકિંગ ટ્યુબનું મોઢું મોટું કરી દઈએ જ્યાંથી પેસ્ટ બહાર આવે છે વપરાશ સીધો વધી જશે
લોકો એ વાત વધાવી લીધી
પછી તો કંપનીનો નફો ઘણો વધી ગયો કંપનીએ એ વૃધ્ધા નું સન્માન કર્યું વળતર પુરસ્કાર આપ્યો.....
મોરલ અહીં એ તો ખરૂં જ કે, નાના માં નાની વ્યક્તિ ની વાત સાંભળવી જોઇએ વગેરે વગેરે હશે પણ મુખ્ય બોધ એ નથી....
એ વાર્તા ત્યાં પુરી નથી થતી પરંતુ ત્યાં થી જ શરૂં થાય છે અને એના પાત્રો હું ને તમે બધાં જ છીએ.....

મૂળ મોરલ ઓફ સ્ટોરી એ જ છે કે આપણે ચાલીસ થી સાંજના ટકા (હા 40-60%)પેસ્ટ બીન જરૂરી જ વાપરીએ છીએ .... એટલે થોડો તો થોડો વપરાશ ઘટાડી શકીએ છીએ.

Gujarati Story by Devang Dave : 111124673
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now