Gujarati Quote in Motivational by Kamlesh

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

.....#.... જાણો ૧ એપ્રિલ વિશે....#.....


એપ્રિલ મહિનાના પહેલા દિવસે સામાન્ય રીતે આખી દુનિયામાં મૂર્ખ દિવસ એટલે કે "એપ્રિલ ફૂલ ડે" મનાવવામાં આવે છે. આ દિવસે સારાં એવા સમજદાર અને પ્રતિભાશાળી વ્યક્તિ પણ મૂર્ખ બનવા, બનાવવા અથવા તો કહેવામાં ખુશી મહેસૂસ કરે છે. જો કે અન્ય બીજા દિવસોમાં કોઇકને બેવકૂફ બનાવાથી બેવકૂફ બનનારો વ્યક્તિ નારાજ થઇ જાય છે. પરંતુ આ દિવસે તેઓ ખોટું માનતા નથી. ચલો તો જાણીએ આ દિવસનો ઇતિહાસ અને આ દિવસથી જોડાયેલા અમુક સત્યો.

૧) ભારતમાં પ્રાચીન કાળમાં ‘સુરાન ભવન’ નામનો મુર્ખોત્સવ પ્રતિવર્ષ કાશી, રાજગીર અને શ્રાવસ્તીમાં ધૂમધામથી ઉજવવામાં આવતો હતો. આ તહેવાર એક અઠવાડિયા સુધી ચાલતો હતો. આ તહેવારની વિગતો જાતક ગ્રંથોમાંથી મળે છે. બનારસમાં આજે પણ "વરનાપ્યાલા" નામનો તહેવાર દરેક વર્ષ ઉજવવામાં આવે છે, જેમાં સ્ત્રી પુરુષ એક્ઠા થઇને સુરાપાન કરીને ખુશી મનાવે છે

૨) ઇતિહાસમાં 1860ની 1 એપ્રિલ ઘણી જોરદાર રહી છે. લંડનમાં હજારો લોકો પાસે ડાક કાર્ડ (ટપાલ) દ્વારા એક સૂચના પહોંચી હતી કે આજે સાંજે ટાવર ઓફ ધ લંડનમાં સફેદ ગધેડાના સ્નાનનો કાર્યક્રમ છે. તે જોવા માટે બધા લોકો આમંત્રિત છો. મહેરબાની કરીને કાર્ડ સાથે લાવજો. અત્રે નોંધનીય છે કે તે સમયે ટાવર ઓફ લંડનમાં સામાન્ય જનતા માટે પ્રવેશ નિષિદ્ધ હતો. સાંજ થવાની સાથે જ હજારો લોકોની ભીડ ટાવરની આસપાસ એકત્ર થવા લાગી અને અંદર પ્રવેશ માટે ધક્કા મુક્કી થવા લાગી. લોકોને જ્યારે ખબર પડી કે તેમને મૂર્ખ બનાવવામાં આવ્યા છે તો તેઓ તેમના ઘરે પાછા જતાં રહ્યા.

૩) પ્રાચીન કાળમાં ચીનમાં "ડીંગ દિવસ" ઉજવવામાં આવતો હતો. આ દિવસને ચીનના લોકો લાંબી લાંબી ડીંગે મારતા હતા. ચીનના યાંગસી પ્રાંતમાં પ્રતિવર્ષ નદી દેવતાના લગ્ન એક કુંવારી કન્યા સાથે થતાં હતાં. કન્યાને પકવાન ખવડાવીને તેને સાજ શ્રૃંગાર કરીને સુહાગ બેડ બનાવીને છોકરીને તેની પર આડી પાડવામાં આવતી હતી અને તેને બાંધીને નદીમાં પ્રવાહીત કરવામાં આવતી હતી. જે બેડ કન્યા સાથે નદીમાં ડૂબી જતો હતા. આને ક્રૂરતાનો સંકેત આપ્યો હતો.

૪) અમેરિકાની કૌતુક સમિતિ નામની સંસ્થાએ 1945માં એપ્રિલના પહેલા અઠવાડિયાને રાષ્ટ્રીય હાસ્ય સપ્તાહ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
૫) આ જ પ્રકારે 1960માં એપ્રિલના પહેલા અઠવાડિયામાં અમેરિકાના પબ્લિસિટી સ્ટંટના રૂપમાં જોરદાર રીતે મનાવવામાં આવ્યો હતો.

૬) યુરોપ દેશોમાં જૂના જમાનામાં 1 એપ્રિલના દિવસે માલિક નોકરની ભૂમિકા નિભાવતો હતો અને નોકર માલિક બનીને હુકમ ચલાવતો હતો. નોકર બનેલા માલિકને તેના બધા આદેશનું પાલન કરવું પડતું હતું. માલિક બનેલા નોકર માટે ખાવાનું બનાવવું, કપડાં ધોવાના અને તેના જણાવેલા બધા કામો વિનમ્રતા પૂર્વક કરતો હતો.

૭) ફ્રાન્સમાં નારમેડીમાં 1 એપ્રિલના રોજ એક અનોખું જુલુસ નિકળતું હતું, જેમાં એક ઘોડા ગાડીમાં સૌથી જાડા માણસને બેસાડીને આખા શહેરમાં ફેરવવામાં આવતો હતો જેથી તેને જોઇને લોકો ખિલખિલાટ હસે અને પછી નાચવા ગાવા લાગે.

ખાસ નોંધ :-

અત્રે ઉલ્લેખનીય છે કે,
આજના દિવસે જ એટલે કે ૧ એપ્રિલ ૧૯૫૦ માં ગુજરાતમાં એક મહાન સંતે આગમવાણી કરી હતી
કે," ૬ દાયકા ૯ વરસ ના ચતુર્માસે ભારતવર્ષના મેરામણની નાકની ટોચ દક્ષિણે નમશે અને બે અક્કલ દાઢ વધતાં બત્રીસી છે એ ચોત્રીસીમાં પરીવર્તિત થશે"....

એટલે કે બધાનું નાક દક્ષિણે તરફ જરા વાંકુ થશે...
અને દાંત બત્રીસ ની જગ્યાએ ચોત્રીશ થઇ જશે...

..... કેવો ગજબ યોગાનુયોગ છે નઇ ....?

Gujarati Motivational by Kamlesh : 111123136
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now