વિખાયેલ વાળ અડધી ઓઢેલ ચાદરમાં
ને કઢંગી હાલતમાં
ચુપચાપ બેઠો છું એક ખુણામાં
કે અહીં કેમ કોઈ મારું નથી?
.
મારી જાત પણ જાણે મને
ધક્કો મારી હાથ છોડી જતી રહી છે
લાગે શ્વાસોની સિલિક (deposit) ઘટી રહી છે
.
હાં છું હું બધાથી અલગ તરી આવતો
છતાં પણ કોઈની નજરમાં નથી આવતો
છે કંઈક વાત એવી મનમાં કે
નથી હું ખુદ પણ જાણતો કે નથી કોઈને જણાવતો
.
પણ સમજાતું નથી
હું શું હતો ને શું થઈ ગયો છું
અધુરો તો હતો પહેલેથી
પણ હવે તો સાવ ખાલી થઈ ગયો છું
.
હાં કદાચ રોજ મળતા હશો તમે મને
પણ એ હું નથી હોતો
મારા જેવો દેખાતો કોઈ હોય છે
કારણ કે જે તમને દેખાય છે
એ મારી જ મુસ્કાનનું મુખોટું ઓઢી ફરે છે
.
કદાચ ખોવાઈ ગયો છું હું
પણ હવે ચુપ બેઠો રહીશ મારા ચહેરા પાછળ
પણ અવાજ કોઈને નહી આપું
.
આ લખતાંય હાથ ધ્રુજતો જાય છે
જાણે કુદરત જ મને લુંટતો જાય છે
મોતથી તો ડર નથી લાગતો મને
પણ હવે જીંદગીથી ડર લાગતો જાય છે..#વિસ્મરણ
Mr.Blue
-- Neel Patel
માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111122326