મારા દાદા દાદી બંનેને એક અભિનેત્રી અતિપ્રિય... પદ્મા રાણી! જ્યારે પણ એમની કોઈ ફિલ્મ કે નાટક હોય એ લોકો સાથે બેસીને એને માણતા.
મને એ વખતે સમજાતું નહતું કે એમને આ હિરોઈન જ કેમ ગમે છે? ત્યારે મને હિન્દી ફિલ્મોની તારિકાઓ જ ગમતી. ગુજરાતીમાં સ્નેહ લતા અને અરુણા ઈરાની સિવાય ભાગ્યે જ કોઇની ફિલ્મ જોતી.. પણ આજે મને મારા દાદા દાદીની પસંદ ઉપર માન છે!
હાલ જ એક નાટક જોયું, “બા રીટાયર્ડ થાય છે". ખૂબ ખૂબ સુંદર નાટક છે. એમાં કામ કરનાર દરેક કલાકારની એક્ટિંગ સુંદર છે પણ “બા"નો રોલ પદ્મા રાણી સિવાય કોઈ બીજું આટલી સહજતાથી ના જ નિભાવી શકત. એક એક સીન પર “બા" છવાઈ જાય છે, એમના અવાજનો રણકો હજુ મારા કાનમાં ગુંજી રહ્યો છે.
જેણે એ નાટક લખ્યું છે એમણે તો બેસ્ટ કામ કર્યું જ છે પણ એને લોકો સમક્ષ આટલી અસરકારક રીતે બતાવવા માટે જેણે અભિનેત્રી તરીકે પદ્મા રાણી બેનને પસંદ કર્યા હશે એમને મારા વંદન છે.
તમે જો ના જોયું હોય તો એકવાર જોવા જેવું નાટક છે.. ??
આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?